બોટાદ જિલ્લા ખાતે કિસાન મોરચા દ્વારા ગામ પરિક્રમા યાત્રાનો પ્રારંભ

  • 7:42 pm February 12, 2024
જયરાજ ડવ | બોટાદ

 

બોટાદ જિલ્લા કિસાન મોરચાના દ્વારા ગામ પરિક્રમા યાત્રાનો પ્રારંભ ગઢડા ખાતે થી થયો જેમા ઉત્તરપ્રદેશ ના  મુખ્યમંત્રી યોગીજી તેમજ કિસાન રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરજી દ્વારા ખુલ્લો મુકાયો જેનું લાઈવ પ્રસારણ બોટાદ જિલ્લાની પાવનભૂમિ ગઢડા સ્વામીના ખાતે કિસાન મોરચા દ્વારા આયોજન થયું જેમાં બોટાદ જિલ્લાના પ્રમુખ મયુરભાઇ પટેલઅને બોટાદ જિલ્લા કિસાન મોરચા પ્રભારી  કમલેશભાઇ હાંડી ,જિલ્લા કિસાન મોરચા પ્રમુખ મુકેશભાઈ હિહોરીયા મહામંત્રી ગજેન્દ્રસિંહ ચુડાસમા, તથા અશ્વિનભાઇ ખસીયા અને ગઢડા શહેર ભાજપ પ્રભારી રમેશભાઇ વાધાણી સહકારી અગ્રણી  અમરશીભાઇ માણીયા તથા શહેર ભાજપ મહામંત્રી હમીરભાઇ લાવડીયા. વિક્રમભાઇ બોરીચા ઘનશ્યામભાઇ ડવ સુરેશભાઈ ડવ બરવાલા મંડલ ગઢડા મંડલ બોટાદ મંડલ ના પ્રમુખ મહામંત્રી તથા મીડિયા સેલ ના ચિરાગભાઈ બોટાદરા તથા ધર્મેન્દ્રભાઇ દેવમુરારી તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ની આભારવિધિ હરપાલસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ..