સાવરકુંડલા શહેરમાં વર્ષોથી ધૂળખાતી શાકમાર્કેટને ધમધમતી કરવાનું સપનું સાકાર થયું
- 7:45 pm February 12, 2024
સાવરકુંડલાના કુંડલા વિભાગમાં પૂજ્ય શામજીબાપુ શાકમાર્કેટ નગરપાલિકા દ્વારા ૧૭ વર્ષ બાદ ફરીથી શરૂ કરવામાં આવેલ આ દેવળા ગેટ ખાતે આવેલ પૂ. શામજીબાપુ શાકમાર્કેટની સાવરકુંડલા લીલીયાના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુલાકાત લીધી. વેપારી મિત્રો સાથે સંવાદ સાધી અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા ધારાસભ્યએ દર્શાવી. મુલાકાત દરમ્યાન નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડયા ,શહેર ભાજપ પ્રમુખ પ્રવિણ સાવજ, મહામંત્રી વિજયસિંહ વાઘેલા, રાજેશભાઇ નાગ્રેચા, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતિકભાઈ કા.ચેરમેન અશોકભાઈ, નગરપાલિકા ચેરમેનઓ, નગરપાલિકા સદસ્યો, સંગઠન હોદેદારો ઉપસ્થિત રહ્યા. આમ હવે લોકસમસ્યાના વર્ષોથી વણઉકેલ પ્રશ્નોને ઉકેલવાનો પ્રારંભ થયો.. આ જોતા એવું લાગે છે કે પાંચ વર્ષ પછી સાવરકુંડલા શહેરમાં લોકસમસ્યાના પ્રશ્ર્નો કદાચ શૂન્ય ક્રમાંકે હશે.લોકો પણ આ શાકમાર્કેટની સુવિધા ઉપલબ્ધ થતાં ખુશ છે.