ભુરખીયા હનુમાનજી મંદિરે બુધવારે વિના મુલ્યે ૭૧મો નેત્ર નિદાન કેમ્પ યોજાશે

  • 7:52 pm February 12, 2024
મૌલિક દોશી | અમરેલી

 

ભુરખીયા હનુમાનજી મંદિરે બુધવારે વિના મુલ્યે ૭૧મો નેત્ર નિદાન કેમ્પ યોજાશે. “. રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઈના આર્થિક સહયોગથી લાઠી તાલુકાના ભુરખીયા હનુમાનજી મંદિરે તા.૧૪-૦૨-‘૨૪ ને બુધવારે સવારનાં ૮ કલાક થી બપોરના ૧૨ વાગ્યા સુધી વિના મુલ્યે નેત્ર નિદાન અને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી ( વિના મુલ્યે) બેસાડી આપવાનો કેમ્પ યોજાવાનો હોય તેમજ ચશ્માના નંબર રાહત દરે કાઢી આપવામાં આવનાર હોય, કેમ્પનો લાભ લેવા આવનાર દર્દીઓએ આધાર પુરાવામાં ચૂંટણી કાર્ડની ઝેરોક્સ લાવવા આયોજકો લાયન્સ ક્લબ ઓફ અમરેલી ( સીટી ) , શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય – અમરેલી દ્વારા જણાવવામાં આવેલ છે. આ કેમ્પમાં સુદર્શન નેત્રાલય – અમરેલીની ડોકટર સહિતની ટીમ દર્દીઓની આંખ તપાસી સેવા આપશે. કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.