ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલીયા ચોકડી નજીક સામાન્ય અકસ્માતે કાર ચાલકે પથ્થરથી કર્યો હુમલો..

  • 8:03 pm February 12, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

કારચાલક સાથે ટ્રક ટચ થતા કાર ચાલકે પથ્થરો ટ્રક ઉપર ફેંક્યા..

ટ્રક ચાલક જીવ બચાવી ભાગ્યો પથ્થર મારતા ટ્રકના કાચોને મોટું નુકસાન..

સ્થાનિક લોકોએ ટ્રક ઉપર પથ્થર ફેકનારનો વિડીયો બનાવી કર્યો સોશિયલ મીડિયા પર વાયરલ..

વાયરલ વિડીયોના આધારે પોલીસે કારચાલકની કરી શોધખોળ..

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલીયા ચોકડી નજીક આગળ ચાલતી કાર સાથે પાછળથી ટેમ્પો ચાલકે કાર સાથે સામાન્ય ટચ કરતા કારમાંથી ઉતરેલા એક વ્યક્તિએ ટ્રક ઉપર પથ્થરો મારી કાચ ફોડી આક્રોશ વ્યક્ત કરી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસએ તપાસ શરૂ કરી છે

વાલીયા ચોકડી નજીક ગત રાત્રિના સમયે આગળ ચાલતી ફોરવીલ ગાડી પાછળ એક ટ્રક આવી રહી હતી અને આગળ કાર ચાલકે બ્રેક લગાવતા પાછળથી આવતી ટ્રક ટચ થઈ જતા કારમાંથી ઉતરેલા એક વ્યક્તિએ એટલો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે કારમાંથી ઉતરીને તાત્કાલિક નજીક પડેલા પથ્થરો ટ્રકના કાચ ઉપર ફેંકી કાચ ફોડી રહ્યો હોય જેના પગલે ટ્રક ચાલક ટ્રકમાંથી કૂદી જીવ બચાવી ભાગી ગયો હતો પરંતુ કાર ચાલકે પથ્થરો ટ્રક ઉપર ફેંકતા કાચ ફૂટી ગયા હતા અને નુકસાન થયું હોય અને કાર ઉપર પથ્થરો ફેંકી આક્રોશ ઠાલવવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસે કાર નંબરના આધારે પણ તપાસ શરૂ કરી હોવાની માહિતી સાપડી રહી છે